નવું ઇમિગ્રેશન બિલઃ બનાવટી પાસપોર્ટ કે વિઝાથી ભારતમાં 7 વર્ષ સુધીની જેલની જોગવાઈ

નવું ઇમિગ્રેશન બિલઃ બનાવટી પાસપોર્ટ કે વિઝાથી ભારતમાં 7 વર્ષ સુધીની જેલની જોગવાઈ

નવું ઇમિગ્રેશન બિલઃ બનાવટી પાસપોર્ટ કે વિઝાથી ભારતમાં 7 વર્ષ સુધીની જેલની જોગવાઈ

Blog Article

સરકારે 11 માર્ચે લોકસભામાં રજૂ કરાયેલા નવા નવા ઇમિગ્રેશન બિલને સંસદની બહાલી મળશે તો બનાવટી પાસપોર્ટ અથવા વિઝાને આધારે ભારતમાં પ્રવેશવા, રહેવા અથવા બહાર નીકળવા માટે સાત વર્ષ સુધીની જેલની સજા થશે અને રૂ.10 લાખ સુધીનો દંડ થશે. ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ, 2025એ વિદેશીઓ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ બાબતોનું નિયમન કરવા માટેનો એક સૂચિત વ્યાપક કાયદો છે.

બિલ મુજબ હોટલ, યુનિવર્સિટીઓ, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને નર્સિંગ હોમે વિદેશીઓ વિશેની માહિતી ફરજિયાત રીતે રિપોર્ટ કરવાની રહેશે, જેથી મંજૂરીથી વધુ સમય સુધી રોકાયેલા વિદેશીઓનું ટ્રેકિંગ શક્ય બનશે.
તમામ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ અને જહાજોએ ભારતના બંદર અથવા સ્થળે પેસેન્જર અને ક્રૂની આગોતરી માહિતી આપવાની રહેશે. મુજબ જે કોઈ વ્યક્તિ જાણી જોઈને ભારતમાં પ્રવેશવા અથવા ભારતમાં રહેવા અથવા બહાર નીકળવા માટે બનાવટી પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજ અથવા વિઝાનો ઉપયોગ કરે છે અથવા સપ્લાય કરે છે, તેમને ઓછામાં ઓછી બે વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષની જેલ થશે. આવા વ્યક્તિને ઓછામાં ઓછા રૂ.1 લાખ અને વધુમાં વધુ રૂ.10 લાખનો દંડ પણ થશે.

બિલમાં જણાવાયું છે કે કોઈપણ વિદેશી જે કાયદાની જોગવાઈઓ અથવા તેના અનુસંધાનમાં આપવામાં આવેલા કોઈપણ નિયમ અથવા આદેશનું ઉલ્લંઘન કરીને, માન્ય પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજ વિના, આવા પ્રવેશ માટે જરૂરી વિઝા સહિત વગર ભારતના કોઈપણ વિસ્તારમાં પ્રવેશ કરશે, તો તેને પાંચ વર્ષ સુધીની કેદની સજા અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.

Report this page